ન્યુઝ ડે નેટવર્ક.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં માતા હિરાબા નાં અવસાન બાદ આજે તેમના વતન વડનગર માં પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં સાંસદો ,ધારાસભ્યો,સાધુ સંતો સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.
ભારતી આશ્રમ નાં ઋષિ ભારતી બાપુએ શ્રધ્ધાંજલી અર્પણ કરતા કહ્યું હતું કે આ શોક સભા નહિ પરંતુ શ્લોક સભા છે. પ્રાર્થના સભા માં શ્રધ્ધાંજલી આપવા આવેલા સંજય જોશીએ પણ કહ્યું હતું કે પૂજ્ય હિરાબા નાં સંસ્કારો વડાપ્રધાન મોદી માં છે.આ સાથે પૂર્વ ધારાસભ્ય માયા બેન કોડનાની પણ શ્રધાંજલિ આપવા આવ્યા હતા અને તેમને ભૂતકાળ નાં સંસ્મરણો યાદ કર્યા હતા.

