“દ્વારકા પાસે દરિયામાં વહાણ ડૂબ્યું”

ન્યુઝ ડે નેટવર્ક.
દ્વારકા પાસે ખરાબ હવામાનના કારણે એક વહાણ ડૂબવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ આ વહાણ 800 ટન નું હતું.દરિયામાં ડૂબી ગયેલા આ વહાણ નું નામ BDI 1398 હતું.એવી પણ માહિતી છે કે એમાં સવાર તમામ લોકોને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. આ વહાણ મુન્દ્રા બંદર થી ડીજુ ડિજુબુટી બંદર જવા માટે નીકળ્યું હતું.ડૂબી ગયેલા આ વહાણ સલાયાનું હોવાનું અનુમાન છે.આ વહાણ સાથે આ દુર્ઘટના માટે મુખ્ય કારણ ખરાબ હવામાન હોવાનું પણ અનુમાન છે.