વીર સાવરકર,વિનાયક દામોદર દાસ સાવરકર,28 મે 1883 માં જન્મ અને 26 ફેબ્રુઆરી 1966 માં સ્વર્ગસ્થ થયેલું,ભારત ની આઝાદી નાં સંઘર્ષ માં અંગ્રેજો દ્વારા 50 વર્ષની આજીવન કારાવાસ પામેલું અને અંડમાન ની કાળ કોઠરી માં જીવન નો એક મોટો ભાગ પસાર કરનારું એક એવું નામ કે જે ગુમ કરી દેવામાં આવ્યું સત્તાધીશો નાં ભય નાં કારણે.વીર સાવરકર પાસે કુદરતે ભેટ માં આપેલી અમૂલ્ય વિચાર શક્તિ હતી.લેખક કવિ અને એક ઉત્કૃષ્ટ સ્તર વિચારક એટલે વીર સાવરકર.
આજે વીર સાવરકર ની પુણ્યતિથિ છે પરંતુ આ કમનસીબી જ છે કે એક એવા ઉચ્ચ સ્તર નાં વ્યક્તિત્વ ને ઇતિહાસ માં જગ્યા ન આપવામાં આવી.
આ એક કુપ્રથા છે જે બંધ થવી જોઈએ .એક ભાગલા વાદી વિચારધારા વાળી પ્રથા જે ભારત ની આઝાદી સાથે શરૂ થઈ અને હજુ પણ ફેલાયેલી છે. ભાગલા વાદી પ્રથા મતલબ કે આઝાદી ફક્ત આ નેતા નાં કારણે મળી,અથવા તો એમના કારણે મળી.આ અધૂરું હોય ત્યાં બીજા પણ વિવાદો હયાત છે જેમ કે આઝાદી માં અમારી નાત આ નેતા ખુબ જોરદાર હતા,અમારી પાર્ટી નાં સૌથી વધુ લોકો શહીદ થયા.
વાસ્તવિકતા એ છે કે જેઓ ભારત ની આઝાદી માટે વીરગતિ ને પ્રાપ્ત થયા એમને નાં તો એમના નાત ની પરવાહ હતી,નાં તો એમને ક્યાંય કોઈ પદ જોઈતું હતું.એમના માટે કોઈ રાજકીય વિચારધારા પણ મહત્વપૂર્ણ ન હતી. એમને તો ફક્ત દેશ ની આઝાદી જોઈતી હતી.એના માટે મૃત્યુ પણ હસતા મોઢે સ્વીકારવા તૈયાર હતા.
બધા લોકોએ પોતાની રીત થી કાર્ય કર્યું.કોઈ સામે છાતીએ લડ્યા તો કોઈ દિમાગ થી.કોઈએ લોકોને સંગઠિત કર્યા તો કોઈએ અંગ્રેજો ને પાઠ ભણાવવા વિદેશ મુસાફરી પણ કરી. લિસ્ટ લાંબી છે.
આઝાદી નો આ સફર શિવાજી,મહારાણા,મંગલ પાંડે થી લઈને ભગતસિંહ સુધી ખુબ લાંબો છે એમાં બધા આવી ગયા.એટલે જરૂર છે એવા બધા મહાનુભાવો ને યોગ્ય સમ્માન અને જગ્યા આ દેશ માં આપવી જોઈએ જેમના એ હકદાર છે અને એમાંનું એક નામ છે વીર સાવરકર.
વીર સાવરકર ને સમજવું હોય તો એમને વાંચવું પડે અથવા ભારત રત્ન સ્વ.પૂર્વ પ્રધાનમત્રીશ્રી અટલજી સંભાળવું પડે .