ગુજરાત ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ જગદીશ પંચાલ
ન્યુઝડે નેટવર્ક,12 ઓગસ્ટ 1973 ના રોજ અમદાવાદમાં જન્મેલા જગદીશભાઈ ઈશ્વરભાઈ પંચાલને રાજ્યમાં સરકાર પરિવર્તન થયા બાદ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો હતો અને તેઓ હાલ વન અને પર્યાવરણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કાર્યરત છે. તેઓ અમદાવાદમાં શરૂઆતથી જ ભાજપ માટે એક મોટો અને સક્રિય ચહેરો રહ્યા છે.
વર્ષ 2012માં નિકોલ વિધાનસભા બેઠક પરથી તેઓ ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયા અને વર્ષ 2017માં ફરીથી આ જ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા. રાજકીય કારકિર્દી દરમિયાન જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ સફળતાપૂર્વક કામગીરી કરી ચૂક્યા છે. ભાજપના એક સામાન્ય કાર્યકર્તા તરીકે રાજનીતિની શરૂઆત કરનારા જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્યોમાંના એક છે. તેઓ સ્વચ્છ અને નિર્વિવાદિત છબી ધરાવે છે, જે તેમની રાજકીય કારકિર્દીની એક મહત્વપૂર્ણ વિશેષતા છે.
આગામી વર્ષે ગુજરાતમાં પાલિકા-પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ રહી છે. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી, ગુજરાતમાં OBC મતોના પ્રભુત્વને જોતાં ભાજપે આ વ્યૂહાત્મક પસંદગી કરી છે.


