રૂપાલ માં પરંપરાગત પલ્લી યાત્રા નું આયોજન

રૂપાલ માં પરંપરાગત પલ્લી યાત્રા નું આયોજન

ન્યુઝડે નેટવર્ક
ગાંધીનગરના રૂપાલ ગામે વર્ષો જૂની અને પાંડવયુગથી ચાલી આવતી માતા વરદાયિનીની પરંપરાગત પલ્લી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એવી આ પલ્લી યાત્રામાં આ વર્ષે ભક્તોએ અતૂટ શ્રદ્ધા સાથે 10 લાખ લીટર ઘીનો અભિષેક કર્યો હતો, જે આ પલ્લીની સૌથી મોટી વિશેષતા ગણાય છે.

માતાજીની પલ્લી રાત્રિના શોભાયાત્રા સ્વરૂપે ગામમાં નીકળ્યા બાદ 27 ચોકમાં ફરી હતી અને સવારે પોણા આઠ વાગ્યા આસપાસ વરદાયિની માતાજીના મંદિરે પરત ફરી હતી.દર વર્ષની માફક માતાજીની પલ્લી પર હજારો લિટર શુદ્ધ ઘીનો અભિષેક કરાતા ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી.