લોન માફ કરાવવા પુત્રએ જીવિત પિતાનું મરણનું સર્ટીફિકેટ કઢાવ્યું
ન્યુડે નેટવર્ક
પૈસાની લાલચમાં સંબંધોને શર્મસાર કરતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં સામે આવ્યો છે. જ્યાં એક પુત્રે લોન માફ કરાવવાના બદઇરાદાથી પોતાના જીવિત પિતાનો જ મરણનો દાખલો કઢાવી નાખ્યો હતો. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પિતાના હાથમાં જ તેમનું મરણ પ્રમાણપત્ર આવ્યું હતુ. જોકે રજીસ્ટ્રાર ખોટો દાખલો કઢાવનાર સામે ફરિયાદ કરવા પત્ર લખ્યો છે.
દેવગઢ બારીઆના ધાનપુર રોડ નાકા પાસે રહેતા રાયસિંગભાઈ મગનભાઈ બારિયાના પગ નીચેથી જમીન ત્યારે ખસી ગઈ જ્યારે તેમના ઘરમાંથી તેમને પોતાનું જ મરણ પ્રમાણપત્ર મળ્યું હતુ. તપાસ કરતાં જે હકીકત સામે આવી તે કોઈ ફિલ્મી કહાનીથી કમ ન હતી. તેમના જ પુત્ર નરેશભાઈ બારિયાએ તેમની પત્ની સાથે મળીને લોન માફ કરાવવાના હેતુથી દેવગઢ બારિયા નગરપાલિકામાં ખોટી માહિતી આપીને તેમનું મરણ પ્રમાણપત્ર કઢાવ્યું હતું. આઘાતમાંથી મા હોવા છતાં જીવિત પિતાએ પોતાને મૃત જાહેર કરતુ સર્ટી રદ્દ કરવા નગરપાલિકા મા રજૂઆત કરી હતી.

