આત્મહત્યા માટે કુદેલા યુગલને પોલીસ કર્મીએ બચાવ્યું

આત્મહત્યા માટે કુદેલા યુગલને પોલીસ કર્મીએ બચાવ્યું

ન્યુઝડે નેટવર્ક
અમદાવાદ, તા.૧૮ : ગાંધીનગર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ આજે બપોરે નર્મદા કેનાલના સર્વિસ રોડ પર પોતાની ફરજ દરમિયાન એક પુવક અને પુવતીને આત્મહત્યા કરવા માટે કેનાલમાં કૂદતા જોઈને ત્વરિત બચાવ કાર્યવાહી કરી હતી. તેમણે કોઈ પણ જાતના વિલંબ વિના કેનાલમાં કૂદીને સ્થાનિક લોકોની મદદથી બનેનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના ગાંધીનગરના
ઈન્કોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોભાથી ઈન્દિચન્નિજ માર્ગ પર નભોઈ કેનાલ પાસે બની હતી, જ્યાં એ.એસ.આઈ. વિષ્ણુભાઈ નારણભાઈ મુખ્યમંત્રીના બંદોબસ્તમાં કરજ બજાવી રહ્યા હતા. બપોરે લગભગ દોઢ વાગ્યાના અરસામાં, તેમણે કેનાલમાં એક પુવક અને યુવતીને ઝંપલાવતા જોયા. પરિસ્થિતિની ગંભીરતાને
પારખીને, તેમણે તાત્કાલિક કેનાલમાં કુદીને તેમને ભચાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, આસપાસના લોકો પણ મદદ માટે એકઠા થયા અને સંયુક્ત પ્રયાસોથી બન્નેને સુરક્ષિત રીતે કેનકલમાંથી બહાર કાઢવામાં આવ્યું

જીવ બચાવ્યા બાદ, યુવક-યુવતીને જિલ્લાના ‘જીવન આસ્થા કેન્દ્ર’ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. ASI વિષ્ણુભાઈની આ પ્રસંશનીય અને સાહસિક કામગીરી બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમને અભિનંદન પાઠવ્યા .