“હીયરીંગ માટે વેઇટિંગ રૂમ શરુ કરવાની કોર્ટનું સૂચન”

હીયરીંગ માટે વેઇટિંગ રૂમ શરુ કરવાની કોર્ટનું સૂચન

ન્યુઝડે નેટવર્ક ,ગુજરાત હાઈકોર્ટમાં ઓનલાઈન પ્રોસેડિંગમાં ટોઈલેટમાંથી જોડાનારા વ્યકિત અબ્દુલ સમદને હાઈકોર્ટે છેલ્લી સુનાવણીમાં 1 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. ત્યારબાદ આજે યોજાયેલી સુનાવણીમાં અબ્દુલ સમદને 15 દિવસની સમાજ સેવા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે,

બીજા કેસમાં સિનિયર એડવોકેટ ભાસ્કર તન્ના કોર્ટના ઓનલાઈન થિયરીમાં બિયર મગમાંથી પીણું પીતા જોવા મળ્યા હતા. તેઓને માફી આપવામાં આવી છે. સાથે જ ઓનલાઈન હિયરિંગ માટે ફરી ‘વેઈટીંગ રૂમ’ શરૂ કરવા સૂચન કરવા જણાવાયું છે.