“જૂનાગઢ માંગરોળ માં નાનો બ્રિજ તૂટ્યો “

“જૂનાગઢ માંગરોળ માં નાનો બ્રિજ તૂટ્યો ”

ન્યુઝડે નેટવર્ક ,જૂનાગઢના માંગરોળમાં બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. આ બ્રિજનો સ્લેબ અચાનક તૂટી પડતા 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા હતા. જેમનું રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા છે. આ દુર્ઘટના અંગે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે બ્રિજ નબળા બાંધકામના કારણે તૂટ્યો નથી. અહીં જૂનો પુલ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન તેનો એક સ્લેબ ધસી પડ્યો. કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ ઘટનામાં એક હીટાચી મશીન અને તેમાં સવાર આઠથી વધુ લોકો નીચે નદીમાં ખાબક્યા હતા. જોકે, સૌથી રાહતની વાત એ છે કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.