29 ઓગષ્ટ હોકીના એક દેવતા છે, જે ભારતમાં વસે છે-નામ
ધ્યાનચંદ
ન્યુઝડે નેટવર્ક
હોકીના એક દેવતા છે, જે ભારતમાં વસે છે-નામ
ધ્યાનચંદ, આ શબ્દો પાકિસ્તાનના ભૂતપૂર્વ હોકી પ્લેયર શાહનાઝના છે.
29 ઓગષ્ટ :
ભારતનો રમતગમત દિન છે.
29 ઓગષ્ટ હોકી જાદુગર ગણાતાં મેજર
ધ્યાન સિંહ (ચંદ) નો જન્મ દિવસ હોવાને કારણે જ
ઇન્ડિયન સ્પોર્ટસ ડે છે.
થોડું ઠીંગણું પણ ગઠીલુ બદન, કાળા સિસમ જેવો શરીરનો રંગ, ઇન્ડિયન આર્મીમા મેજરનો હોદ્દો.
1928 હોકી વર્લ્ડકપની ફાઈનલ મેચ હોલેન્ડમા
ધ્યાનચંદનું શરીર તાવથી ધગધગે.છતાં ધ્યાનચંદ રમવા ઉતરે છે.
ધ્યાનચંદનો બોલ અને ડ્રીબલ પર કન્ટ્રોલ અને આક્રમક રમત જોઇને દુનિયા પાગલ થઈ ગઈ!
આંકડાઓની માયાજાળમા નથી પડવું પણ 1932 લોસ એન્જલસ ઓલિમ્પિકમા ‘ હોકી મેજીક’
ધ્યાનચંદ અને એમના ભાઇ રુપસિંહ સમગ્ર હોકી જગત પર છવાઈ જાય છે.
અમેરિકન હોકી ટીમને ભારતીય હોકી ટીમ ચોવીસ ગોલથી હરાવી દે છે.
જર્મની- એડોલ્ફ હિટલર મેજર ધ્યાનચંદને હનુમાનનો ઇલ્કાબ આપે છે.
જર્મનીના નાગરિક બની ત્યાની હોકી ટીમમા રમવા માટે અને જર્મન આર્મીમા ઉચ્ચ હોદ્દા પર પોસ્ટીંગનું ભાવભર્યુ આમંત્રણ પાઠવે છે.
હોકી મેજીક મેજર ધ્યાનચંદ સાદર ના પાડી દે છે.
યુરોપમા એકવાર ચાલુ મેચે ધ્યાનચંદની હોકીસ્ટીક ચેક કરવામાં આવે છે.
ક્યાંય ગુંદર કે અન્ય પદાર્થ લગાડવામા નથી આવ્યો ને?સાબિત થાય છે કે આવી જબરદસ્ત જાદુગરી મેજર ધ્યાનચંદની રમત મા જ છે.
પુરી ખેલદીલીથી રમતા ધ્યાનચંદના કૌશલ્યથી જગત અભિભૂત થઈ જાય છે.
29 ઓગષ્ટ.
સ્વ.મેજર ધ્યાનચંદને એમના જન્મ દિવસે નમસ્કાર.
નૈતિક ઓઝા ની કલમ થી …..


There are 4 comments
very useful ful news
very useful ful news and good application
Good one
Naman