૯ ઑગસ્ટ – મૂળનિવાસી દિન – જનજાતિ વિરુદ્ધનું પશ્ચિમી ષડયંત્ર

૯ ઑગસ્ટ – મૂળનિવાસી દિન – જનજાતિ વિરુદ્ધનું પશ્ચિમી ષડયંત્ર

ન્યુઝડે નેટવર્ક

– ૯મી ઓગસ્ટે કઈ વૈશ્વિક ઘટના ઘટેલી?
– વિશ્વ મૂળનિવાસી દિન’નો વિચાર કેવી રીતે આવ્યો?
– શું છે `વિશ્વ મૂળનિવાસી દિન’ પાછળનું છૂપું સત્ય?
– `વિશ્વ મૂળનિવાસી દિન’ સાથે ભારતને કંઈ લેવાદેવા કેમ નથી?
– `વિશ્વ મૂળનિવાસી દિન’ માટે કોણ, કેમ સક્રિય છે?
આ પ્રશ્નોના જવાબ જાણવા હોય તો આ લેખ તમારા માટે છે!

અમેરિકા સહિત તમામ કોલોનિયલ દેશોમાં એક રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી. જેને *યુરોપિયન રેસ દિવસ* કે *ડે ઑફ રેસ દિવસ* તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ એટલે *કોલંબસ ડે*.

સ્પેનના રાજાએ ઈટાલિયન નાવિક કોલંબસને ભારત પહોંચવાનો દરિયાઈ માર્ગ શોધવાનો આદેશ આપેલ અને ભારતથી પરત આવતી વખતે તેજાના-મસાલાનો જથ્થો લાવવાની જવાબદારી પણ આપેલ. પરંતુ *કોલંબસ* ભારત ન પહોંચતાં *અમેરિકા દ્વીપ પહોંચી જાય છે*. ત્યાં પહોંચી તેને *મૂળનિવાસી મહિલાઓને અમાનવીય રૂપે બંધક બનાવી, વેનિસના બજારમાં વેશ્યાવૃત્તિ માટે વેચી દીધી. અમુક મહિલાઓને દરબાર સમક્ષ નગ્ન અવસ્થામાં ભેટ સ્વરૂપે પ્રસ્તુત કરી*.
તે બાદ પણ સતત ૩૦૦ વર્ષ સુધી મૂળનિવાસીઓની મહિલાઓ સાથે આવો જ ખરાબ વ્યવહાર ચાલતો જ રહે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ક્લિન્ટને ૮ ઓક્ટોબર ૧૯૯૩ના રોજ કોલંબસ ડે જાહેર કર્યો.

રાષ્ટ્રીય_વિમર્શ … દિવસ લોક કલ્યાણકારી સાત્ત્વિક લોકોના મનાવાય, નહી કે વિકૃત-દુષ્ટ લોકોના.

🔸️અમેરિકામાં મૂળનિવાસીઓ દ્વારા ક્લિનન્ટની ‘કોલંબસ ડે’ની જાહેરાતનો વિરોધ શરૂ થયો. તેમજ ‘કોલંબસ ડે,ને મૂળનિવાસી નરસંહાર દિવસ જાહેર કરવા માટે દબાણ ઊભું કરવામાં આવ્યું.
🔸️કોલંબસ ડે એક સત્તાવાર જાહેરાત હતી, અન્ય કોલોનીયલ રાષ્ટ્રો પણ તેની ઉજવણીનો ભાગ હતા. અમેરિકા માટે આ વિવાદને તાત્કાલિક નાબૂદ કરવો આવશ્યક બન્યું.
🔸️આથી મૂળનિવાસીઓના અસંતોષને શાંત કરવા માટે એક અલગ વિશ્વ મૂળનિવાસી દિવસ જાહેર કરવા માટે અન્ય વિકલ્પો શોધવા માટેના પ્રયાસો શરૂ થયા.
🔸️એક વિકલ્પ તરીકે યુએન વર્કિંગ ગ્રુપ ઓફ ઈન્ડિજિનસ પીપલ(WGIP)ની પહેલી બેઠક ૯ ઓગસ્ટ ૧૯૮૨ના રોજ મળી હતી, તેને પ્રસ્તાવિત કરવામાં આવી.
🔸️જો કે કોલંબસ ડે એક વૈશ્વિક આયોજન હતું, જેમાં તમામ કોમનવેલ્થ દેશ સામેલ હતા, માટે આ દિવસને કોઈ મોટા મંચ પરથી ઘોષિત કરવો જરૂરી હતો.
🔸️યુએન જનરલ એસેમ્બલીના રિજ્યુલેશન ૪૯/૨૧૪ દ્વારા ૯ ઓગસ્ટ ૧૯૮૨ના રોજ WGIPની પહેલી બેઠક યોજાઈ હતી. આજ દિવસને અનુલક્ષીને ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૫ના રોજ ૯ ઓગસ્ટને વિશ્વ મૂળનિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો.

બોલો…..
●મૂળનિવાસીઓનો નરસંહાર કરનાર લોકો મૂળનિવાસી દિન જાહેર કરે છે.
●મૂળ નિવાસીઓના અધિકારો પરના ઘોષણાપત્ર (૧૩ સપ્ટેમ્બર ૨૦૦૭)ને લઈને યુનાઈટેડ નેશન લગભગ ૧૨ વર્ષોના વિચાર-વિમર્શ પછી પણ મૂળનિવાસીઓની પરિભાષાને લઈને કોઈ એક મત પર પહોંચી શક્યું નથી.

અંતે જાણો….જાણો….જાણો…. યુનાઈટેડ નેશનની ૪૬મી કલમની છેલ્લી જોગવાઈઓમાં લખવું પડ્યું કે *’આ ઘોષણાપત્રને સ્વીકાર કરનારાં રાષ્ટ્રો પર કોઈપણ પ્રકારની ફરજ પાડી શકાશે નહીં.’*

*ભારત સરકારનો મત…
*સ્વતંત્રતા બાદ પણ તમામ ભારતીય ભારતના મૂળ નિવાસી છે*.
[શ્રી લક્ષ્મણસિંહ મરકામ, ભારતીય નૌસેના આયુધ સેવા (INAS)ના ૨૦૦૯ની બેચના અધિકારી, મધ્યપ્રદેશ રાજ્ય સરકારમાં ડેપ્યુટી સેક્રેટરી)ના લેખને આધારે]
ડૉ.બાબાસાહેબ આંબેડકર કહે છે, *આર્યો ભારતના મૂળ નિવાસી છે.*

એમ એન ચૌહાણ ની કલમ થી