ઓગસ્ટ મધ્ય માં વરસાદ ની આગાહી

ઓગસ્ટ મધ્ય માં વરસાદ ની આગાહી

ન્યુઝડે નેટવર્ક
અંબાલાલ પટેલ જેઓ હવામાન નિષ્ણાત છે તેમને ગુજરાતમાં વાતાવરણ પલટા અંગેની આગાહી કરી હતી.તેમના જણાવ્યા અનુસાર , ઓગસ્ટના મધ્યભાગમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 15 ઓગસ્ટ આસપાસ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાં પડે પરંતુ સૂર્ય મઘા નક્ષત્રમાં આવતા 17 ઓગસ્ટથી નક્ષત્ર અનુવાદ દેડકો છે એટલે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 18થી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે. 20 ઓગસ્ટથી બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થનારી સિસ્ટમનો માર્ગ મુખ્ય ઉત્તરાવર્તી રહેશે.
અંબાલાલ પટેલે આગળ જણાવતા કહ્યું છે કે, પેસિફિક મહાસાગરમાં ટોપિકલ સ્ટ્રોમ બનવાની શક્યતાઓ રહેશે. જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે. ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે અને છેલ્લા સપ્તાહમાં પૂર કાઢે તેવો વરસાદ આવશે. ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ પડવાની શક્યતાઓ રહેશે. 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે. 14 સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહી શકે છે.