“પુલવામાં અટેક, અમેઝોન થી મંગાવવામાં આવ્યું હતું વિસ્ફોટક”

પુલવામાં અટેક, અમેઝોન થી મંગાવવામાં આવ્યું હતું વિસ્ફોટક

ન્યુઝડે નેટવર્ક, વર્ષ 2019,14 ફેબ્રુઆરી ના રોજ થેયેલા પુલવામાં અટેક માં 40 જવાનો શહીદ થયાં હતા. હવે અંતરાષ્ટ્રીય સંસ્થા FATF એટલે કે ફાઇનેનશિયલ એક્શન ટાસ્ક ફોર્સ એ ખુલાસો કર્યો છે કે આતંકવાદી સંગઠનો હવે પોતાની યોજનાઓ માટે ઈ -કોમર્સ પ્લેટફોર્મ અને ઓનલાઇન પેમેન્ટ સર્વિસેસ નો ઉપયોગ કરી રહ્યા છે. દુનિયા બહાર માં આતંકી ફંડિંગ પર નજર રખનારી સંસ્થા FATF એ પોતાની રિપોર્ટ માં ખુલાસો કરતા કહ્યું હતું કે ભારત માં થયેલા બે આતંકી હુમલા – 2019 પુલવામાં અને 2022 ગોરખનાથ મંદિર, બંને હુમલાઓ માં ઓનલાઇન પ્લેટફોર્મ ની અહમ ભૂમિકા સામે આવી છે. રિપોર્ટ માં કહેવામાં આવ્યું છે કે આતંકીએ અમેઝોન થી એલ્યુમિનિયમ પાવડર મંગાવ્યું જેનાથી IED બ્લાસ્ટ ની ક્ષમતા વધી ગઈ. તેવી જ રીતે ગોરખનાથ હુમલા સમયે આરોપીએ paypal અને VPN નો ઉપયોગ કરી લગભગ 6.7 લાખ ની વિદેશી ટ્રાન્જેકશન કર્યું. આ રીતે ISIS સમર્થકો ને ફંડ મોકલવામાં આવ્યું અને લોકેશન સંતાડવામાં આવી.