7 જુલાઈ શહીદો ને નમન – કારગિલ યુદ્ધ શહીદ કેપ્ટન વિક્રમ બત્રા અને કેપ્ટન અનુજ નાયર

7 જુલાઈ શહીદો ને નમન – કારગિલ યુદ્ધ શહીદ કેપ્ટન વિક્રમ બત્રા અને કેપ્ટન અનુજ નાયર

ન્યુઝડૅ નેટવર્ક, અમદાવાદ. દિન વિશેષ 7 જુલાઈ શહીદ વીર કેપ્ટન વિક્રમ બત્રા અને કેપ્ટન અનુજ નાયર, બંને શહીદો ને નમન.
વર્ષ 1999,પાકિસ્તાની ચાલબાઝી ના અંતરંગત ભારત ની ભૂમિ પર પાકિસ્તાની ઘુષણ ખોરી, દુશમન એટલી ઉંચાઈ પર થી હુમલો કરી રહ્યો હતો કે જેનો જવાબ આપવું અને વિજય પ્રાપ્ત કરવા માટે ખુબ મેહનત સાહસ અને વીરતા ની જરૂર હતી. આ યુદ્ધ વર્ષ 1999 ના મેં મહિના થી જુલાઈ મહિના સુધી ચાલ્યું જેમાં ભારતીય સેનાએ “ઓપરેશન વિજય ” ચલાવ્યું અને 26 જુલાઈ ના રોજ ભારતીય સેનાએ વિજય પ્રાપ્ત કરી. પરંતુ એ વિજય માં યોગદાન શહીદો નો હતો. જેમાંથી આજે બે શહીદ વીર કેપ્ટન વિક્રમ બત્રા અને કેપ્ટન અનુજ નાયર નો શહીદ દિવસ છે.

કેપ્ટન વિક્રમ બત્રા :

કેપ્ટન વિક્રમ બત્રા ને શેરશાહ નામ થી પણ ઓળખવામાં આવે છે. કેપ્ટન વિક્રમ બત્રા નો જન્મ હિમાચલ પ્રદેશ ના પાલમપુર માં 9 સપ્ટેમ્બર 1974 ના રોજ થયો હતો. ઓપરેશન વિજય માં કેપ્ટન વિક્રમ બત્રા ની પંક્તિ ” યે દિલ માંગે મોર ” આજે પણ ભારતીયો માં ઉત્સાહ અને વીરતા નો સંચાર કરે છે. કેપ્ટન વિક્રમ બત્રાએ ભારતીય સેના ને પોતાના જીવન ના 1997 થી અંત સુધી 1999 સુધી અમૂલ્ય બે વર્ષ અને જીવન સમર્પિત કર્યું. તેઓ 13 જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ ના સૈનિક હતા. તેમને કારગિલ યુદ્ધ માં ઓપરેશન વિજય દરમિયાન પોઇન્ટ 5140 અને પોઇન્ટ 4875 પછી હાંસલ કરવા માટે લડત આપી અને આ બંને પોઇન્ટ હાંસલ કરવાનાં યુદ્ધ માં તેમને 7 જુલાઈ 1999 ના રોજ માં ભારતી માટે પોતાનો પ્રાણ આપી શહીદી આપી. કેપ્ટન વિક્રમ બત્રા ને શહીદી બાદ સરકારે સેના નો સર્વોચ્ચ સમ્માન પરમવીર ચક્ર થી સમ્માનિત કર્યો. કેપ્ટન વિક્રમ બત્રા વર્ષો સુધી તેમના સાહસ અને વીરતા માટે ભારતીયો ના દિલો માં જીવતા રહેશે.

કેપ્ટન અનુજ નાયર :

“દ્રાશ કા ટાઇગર ” નામ થી મશહૂર કેપ્ટન અનુજ નાયર નો જન્મ દિલ્લી માં 28 ઓગસ્ટ 1975 ના રોજ થયો હતો. તેઓ 17 જાટ ઈકાઈ ના સેનિક અધિકારી હતા.કારગિલ યુદ્ધ માં પોઇન્ટ 4875 પર પાકિસ્તાની ઘૂસણ ખોરોઈ કેટલાક બંકરો બનવેલા હતા જેને સાફ કરવા જરૂરી હતા. કેપ્ટન નાયરે પોતાની રોકેટ લોન્ચર ટુકડી ને તૈનાત કર્યું અને પોતાની સાથે 2 સેનિકો ને લઇ આગળ વધ્યા.ચોથા બંકર ને નેસ્તાનાબૂદ કરતા પહેલા તેમાંથી દુશ્મને ગ્રેનેડ ફેંકવામાં આવ્યું જે સીધા કેપ્ટન નાયર પર પડ્યું. આ ગ્રેનેડ હુમલા માં કેપ્ટન નાયર ગંભીર રૂપ થી ઈજાગ્રસ્ટ થયાં છતાં તેમને ટિમ નું નેતૃત્વ ચાલુ રાખ્યું. પરંતુ તેઓએ માં ભારતી માટે પોતાના પ્રાણ ની આહુતિ આપી. તેમના શોર્ય અને સાહસ માટે તેમને મહાવીર ચક્ર થી સમ્માનિત કરવામાં આવ્યું. તેઓની શહીદી અને વીરતા ભારતીયો માટે હંમેશા એક શોર્ય અને સાહસ ની અવિસ્મરણીય ગાથા તરીકે યાદ રહેશે.