
ન્યુઝડે નેટવર્ક, લાઇસન્સ ઇચ્છુક નાગરિકો માટે આજથી વિવિધ સ્થળઓએ ધક્કા ખાવા અને લાઈન માં ઉભા રહેવાની સ્થિતિ માં થી મુક્તિ. નવી ગઇડલાઇન મુજબ હવે ઘરે થી જ કોમ્પ્યુટર પર લર્નિંગ લાઈસેન્સ ની પ્રક્રિયા કરી શકાશે. આરટીઓ એ “ફેસલેસ લર્નિંગ લાઈસેન્સ પ્રણાલી ” નો આરંભ કર્યો છે જેના અંતર્ગત ઘેર બેઠા જ લર્નિંગ લાઈસેન્સ ની અરજી, પરીક્ષા સહીત તમામ પ્રક્રિયા કરી શકાશે.આ પહેલા લર્નિંગ લાઈસેન્સ માટે નાગરિકોએ ફરજીયાત આરટીઓ, પોલિટેક્નિક અને આઈ ટિ આઈ માં જઈને લર્નિંગ લાઈસેન્સ ની પ્રક્રિયા કરવી પડતી હતી. આની સાથે જ લર્નિંગ લાઈસેન્સ લેવાની જૂની પદ્ધતિ પણ ચાલુ જ રહેશે.

