
ન્યુઝડે નેટવર્ક, પ્રસિદ્ધ અંબાલાલ પટેલે રાજ્ય માં વરસાદી માહોલ ને લઈને ફરી મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે વર્તમાન વરસાદી માહોલ ને લઈને આગાહી કરી છે કે રાજ્ય માં હજુ પણ ભારે પવન સાથે વરસાદ વરસવાનો છે સાથે તેમને કહ્યું કે પાટણ, સમીં, હારીજ, બનાસકાંઠા અને મેહસાણા માં પણ વરસાદ થશે. દક્ષિણ ગુહરાર ના સુરત નવસારી વિસ્તાર માં ભારે વરસાદ થવાની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે.તેમને કહ્યું કે વડોદરા બોટાદ અમરેલી અને જૂનગાઢ માં વધુ વરસાદ થવાની શક્યતા છે. આગળ ઉમેરતા તેમને કહ્યું કે રાજકોટ જામનગર અને કચ્છ માં પણ વરસાદ થશે. તેમના અનુસાર આગામી 22 થી 30 જુલાઈ વચ્ચે ઉત્તર ભાગ માં વરસાદ ની સંભાવના છે.9 થી 10 જુલાઈ આસપાસ એક નવી સિસ્ટમ સક્રિય થશે. તારીખ 9 થી 12 જુલાઈ વચ્ચે નવી સિસ્ટમ ગુજરાત માં વરસાદ વરસાવશે. અમદાવાદ અને ગાંધીનગર માં વધુ વરસાદ ની શક્યતા છે કોઈ વિસ્તાર માં 8 ઇંચ તો ક્યાંક 10 ઇંચ વરસાદ થઇ શકે છે તેવું તેમને જણાવ્યું હતું.


