ન્યુઝ ડે નેટવર્ક.
સામાન્ય રીતે ઉનાળામાં આગ લાગવાના કિસ્સા બનતાં હોય છે પરંતુ અમદાવાદ શહેર માં ત્રણ દિવસ માં એક બાદ એક બે બનાવ બની ગયા.બે દિવસ અગાઉ શનિવાર નાં રોજ નારણપુરા વિસ્તાર ની મોદી આઈ કેર નામની હોસ્પિટલ માં આગ લાગવાનું બનાવ બન્યું હતું જેમાં પતિ પત્ની નું મૃત્યુ થયું હતું. આજે ફરી અમદાવાદ શહેર નાં શાહપુર વિસ્તાર માં આગ લાગવાની ઘટના બની હતી જેમાં પતિ પત્ની અને બાળક ઊંઘતા જ મોતને ભેટ્યા હતા.પ્રાપ્ત માહિતી મુજબ શાહપુર વિસ્તારના ન્યુ એચ કોલોની માં આજે પરોઢિયે આગ લાગવાની ઘટના બની હતી.જેમાં પરિવાર ઊંઘમાં હોવાથી તેમને બચવાનો રસ્તો મળ્યો ન હતો.ફાયર ની ટિમે ઘટના સ્થળ પર પહોંચી આગ કાબૂ માં લીધી હતી .તમામ મૃતદેહો ને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.આગ લાગવાના કારણ ની હજુ સુધી જાણકારી મળી નથી.આગ લાગવાના આ બનાવ માં એક આખું પરિવાર નું મૌત થતાં આસપાસ નાં વિસ્તાર માં શોક ની લાગણી પ્રસરી હતી.