ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર.
આજે આખા વિશ્વમાં નો ટોબેકો ડે ઉજવાઈ રહ્યું છે સાથે સાથે વિશ્વ પર્યાવરણ દિવસ નજીક છે અને ધીમે ધીમે ગ્લોબલ વોર્મિંગ નાં દુષ્પરિણામો પણ નજીક આવી રહ્યા છે.આડેધડ અનિયંત્રિત વિકાસ ની દોડ માં કપાતા વૃક્ષો આજે નહી તો કાલે પોતાની ગેરહાજરી નોંધાવવાના છે.આપડે જીવન જરૂરી અને મોજશોખ માટે કુદરત નો જે દુરુપયોગ કર્યું છે તેનું બીજું એક ઉદાહરણ સામે છે.
અત્યાર સુધી આપડે સિનેમા ઘરોમાં જોયું વાંચ્યું સાંભળ્યું હશે -ધૂમ્રપાન સેહત માટે હાનીકારક છે ,પરંતુ ક્યારેય આપડે ક્યાંય આ નહિ સાંભળ્યું હોય કે ધૂમ્રપાન પર્યાવરણ માટે પણ હાનીકારક છે.સિગારેટ બીડી તમાકુ નો વપરાશ માનવજીવન માટે જોખમ છે,જેના લીધે ફેફસાં,હૃદય સંબંધી રોગો થાય છે જેમાં મુખ્યત્વે હૃદય રોગ નો હુમલો,દમ,લકવો અને કેન્સર જેવા ઘાતક જીવલેણ રોગો નું સમાવેશ થાય છે.લોકોમાં તમાકું વિશે જાગૃતિ લાવવા અને તમાકુ નાં વ્યસન થી મુક્તિ માટે વિશ્વભરમાં 31 મે નાં રોજ ‘ નો ટોબેકો ડે ” ઉજવવામાં આવે છે.
તમાકુ નો વપરાશ કોઈ પણ દેશ માટે જોખમી છે.એ લોકોના શારીરિક સ્વાસ્થ્ય માટે તો હાનીકારક તો છે જ સાથે સાથે એ પર્યાવરણ પણ વધુ જોખમી થઈ રહ્યું છે.વિશ્વ આરોગ્ય સંસ્થાએ તમાકુ મુક્તિ દિવસ નિમિત્તે ” પર્યાવરણ નું રક્ષણ કરો” સ્લોગન ને આ વર્ષની મુખ્ય થીમ તરીકે પસંદ કર્યું છે.
એક અંદાજ મુજબ સિગારેટ બનાવવા દર વર્ષે 60 કરોડ વૃક્ષો કાપવામાં આવે છે અને 22 અબજ લીટર પાણી વેડફાય છે.જ્યારે તેના સેવન બાદ 840 લાખ ટન કાર્બન ડાયક્સાઈડ હવામાં જાય છે.આ બધી બાબત માનવ સ્વાસ્થ્ય સાથે વેશ્વિક પર્યાવરણ માટે એક ખૂબ ગંભીર પડકાર છે.
તમાકુ વિશ્વ માં અટકાવી શકાય તેવું મૃત્યુ નું એક મોટું કારણ છે.એક અંદાજ મુજબ તમાકુ નાં કારણે દર વર્ષે લગભગ 80 લાખ થી વધુ લોકો મૃત્યુ પામે છે જેમાં ભારતના લગભગ 10 લાખથી વધુ નો સમાવેશ છે.ધૂમ્રપાન નાં કારણે સરેરાશ માનવ જીવન આયુષ્ય માં 13 વર્ષ નો ધટાડો થાય છે.એક સિગારેટ પીવાથી જીવનના 11 મિનિટ ઘટી જાય છે.તેથી સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે તમાકુ નાં ઉત્પાદન અને વપરાશ ને નાં કહેવાનો સમય આવી ગયો છે.આપડે સાથે મળીને આ પડકાર ને સ્વીકારી આ સમસ્યા નું સમાધાન કરીએ.