ઈરાનના સર્વોચ્ચ નેતાનું પહેલું નિવેદનઃ મોજતબાએ કહ્યું- ‘દરેક મોતનો બદલો લઈશું’, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ રાખવાની ધમકી

ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખમેનીના નામે ગુરુવારે દેશને એક સંદેશ જારી કરવામાં આવ્યો હતો. તેમનો સંદેશ ઈરાનના સરકારી ટેલિવિઝન પર ટીવી પ્રસ્તુતકર્તા દ્વારા વાંચવામાં આવ્યો હતો. આ સાથે મોજતબા ખમેનીની તસવીર પણ દેખાડવામાં આવી હતી. દેશના સર્વોચ્ચ નેતા બન્યા બાદ મોજતબા ખમેનીએ પહેલીવાર કોઈ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં ખામેનીએ લખ્યું છે કે હોર્મુઝની સ્ટ્રેટ બંધ રહેવી જોઈએ અને જો જરૂર પડશે તો અન્ય મોરચા પણ ખોલવામાં આવશે. સમગ્ર વિશ્વમાં ઉર્જા સંકટ વચ્ચે આનાથી ચિંતા વધી શકે છે. તેણે પોતાના શહીદોનો બદલો લેવાની પ્રતિજ્ઞા પણ લીધી અને ખાડી દેશો સામે સતત હુમલા કરવાની હિમાયત કરી.