હિંદુઓએ પૈસા રોક્યા છે, તમારી સમસ્યા શું છે? અમેરિકામાં હનુમાનજી ની મૂર્તિ પર સવાલ ઉઠાવનારાઓને ભારતીયોએ ફટકાર લગાવી
ન્યુઝડે નેટવર્ક , અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં સ્થિત ભગવાન હનુમાનની વિશાળ પ્રતિમાને લઈને વિવાદ ઉભો થયો છે. વિવાદનું કારણ શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં સ્થિત ભગવાન હનુમાનની મૂર્તિ પર ટેક્સાસના એક રૂઢિચુસ્ત કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી છે. સુગર લેન્ડની આ 90 ફૂટ ઊંચી પ્રતિમાને આ કાર્યકર્તાએ ભારતીયો દ્વારા અમેરિકન જમીન પર કબજો કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. નારાજ ભારતીયોએ કહ્યું છે કે આ પ્રતિમા હિન્દુઓએ તેમની અંગત જમીન પર બનાવી છે. આવી સ્થિતિમાં તેઓએ આવી ટિપ્પણીઓ ન કરવી જોઈએ.
ડલ્લાસ-ફોર્ટ વર્થ વિસ્તારના રિપબ્લિકન કાર્યકર અને MAGA સમર્થક કાર્લોસ તુર્સિયોસે ઇન્સ્ટાગ્રામ પર ભગવાન હનુમાનની મૂર્તિનો વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેણે લખ્યું, ‘ત્રીજી દુનિયાના એલિયન્સ ધીમે ધીમે ટેક્સાસ અને અમેરિકા પર કબજો કરી રહ્યા છે. આ કબજો રોકવા માટે અમેરિકન લોકોએ આગળ આવવાની જરૂર છે.


