બાંગ્લાદેશ પાર પકડ મજબૂત કરતો ડ્રેગન

બાંગ્લાદેશ પાર પકડ મજબૂત કરતો ડ્રેગન

ન્યુઝડે નેટવર્ક ,શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં ભારતની પકડ નબળી પડી રહી છે. આવી સ્થિતિમાં ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશમાં ઝડપથી પોતાની પકડ વધારી રહ્યો છે. આ દેશનું નામ ચીન છે. ચીને બાંગ્લાદેશમાં મોટા પાયે પોતાની ગતિવિધિઓ વધારી છે. ચીનના અધિકારીઓ બાંગ્લાદેશના વિવિધ રાજકીય પક્ષોનો સતત સંપર્ક કરી રહ્યા છે. જેના કારણે આગામી ચૂંટણીમાં ચીનનો પ્રભાવ વધવાની આશંકા છે. જોકે, નેતાઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે ભારત એટલો મોટો પાડોશી છે કે તેને સંપૂર્ણપણે બાજુ પર મૂકી શકાય નહીં.