ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પક્ષી વસ્તી ગણતરી આજે પુરી થશે

ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પક્ષી વસ્તી ગણતરી આજે પુરી થશે

વન વિભાગનો સ્ટાફ અને સ્વયંસેવકો મળી ૧૦૦ જેટલા લોકો દ્વારા કામગીરી.ખીજડીયામાં ગત વર્ષે દેશ-વિદેશના ૨૯૦ પ્રજાતિના ૨ લાખ ૮૯ હજાર પક્ષીઓ નોંધાયા હતા.શિયાળામાં દેશ-વિદેશના હજારો પક્ષીઓના આશ્રય સ્થાન એવી જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં ગત વર્ષની માફક આ વર્ષે પણ વન વિભાગના મરીન નેશનલ પાર્ક દ્વારા તા.૬ અને ૭ ફેબ્રુઆરીના બે દિવસોમાં પક્ષી વસ્તી ગણતરી કાર્ય કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં વનકર્મીઓ અને સ્વયંસેવકો મળીને ૧૦૦ જેટલા લોકો જોડાયા છે. આ વસ્તી ગણતરી આજે પુર્ણ થયા પછી આવનારા દિવસોમાં રાજ્યના વન વિભાગ દ્વારા વિગતો જાહેર થશે.

વિભાગના રાજાના માર્ગદર્શન હેઠળ ડીસીએફ પ્રસાદરવિ રાધાક્રિષ્નનની દેખરેખ હેઠળ શહેરથી ૧૧ કીલોમીટર દુર જામનગર- રાજકોટ હાઈ-વે ઉપર આવેલા અને દેશની ચોથી રામસર સાઈટનો દરજ્જો પામેલા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીમાં શિયાળો ગાળવા આવતા વિદેશી મહેમાન પક્ષીઓનો અને સ્થાનિક મહેમાન પક્ષીઓની વસ્તી ગણતરી ખીજડીયાના આર.એફ. ઓ. દક્ષાબેન વઘાસિયા અને ટીમ દ્વારા પક્ષી નિરિક્ષક સ્વયંસેવકોની મદદથી પક્ષી વસ્તી ગણતરી કરવામાં આવી છે.

ખીજડીયા ખાતે ખાસ કરીને યુરોપના યુગોસ્લાવિયા. રોમાનિયા, રશિયા જેવા દેશી તરફથી તેમજ અમુક હિમાલય ના તરફથી એમ અન્ય સ્થાનિ તરફથી આવે છે. યુરોપીયન પક્ષીઓમાં દોઢ બે ફુટની ચાંય ધરાવતા પેલીકન (પેણ), ક્રેઈન (કુંજ), પીન ટેઈલ ડક, નોર્ધન શોવેલર, કોમન ટીલ, ગાર્ગેની જેવા પક્ષીઓનું અગામન થયું છે. આ સેન્ચ્યુરીમાં ગત વર્ષે આ સેન્ચ્યુરીમાં ૨ લાખ ૮૯ હજાર જેટલી પક્ષી સંખ્યા અને અને વિવિધ ૨૯૦થી વધુ ભારતીય અને વિદેશી પક્ષી પ્રજાતિઓએ અહીં શિયાળો ગાળ્યો હતો. તેમ નોંધાયું હતું. અહીં પક્ષીઓ ના પ્રાકૃતિક આવાસને કોઈ ખલેલન પહોંચે તે બાબતની જાળવણી વન વિભાગ માટે કેન્દ્ર સ્થાને છે.

Forester’s Tern adult flight taken in central MN