આસામ માં લવ જેહાદ અને બહુ પત્નીત્વ વિરુદ્ધ બિલ લાવવાની તૈયારી
ન્યુઝડે નેટવર્ક,આસામ સરકાર આગામી સત્રમાં ‘લવ જેહાદ’ અને બહુપત્નીત્વ વિરુદ્ધ બિલ લાવવાની તૈયારી કરી રહી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બુધવારે કહ્યું કે નવેમ્બરમાં યોજાનારી વિધાનસભા સત્રમાં આ મુદ્દાઓ પર કાયદા રજૂ કરવામાં આવશે. આ સાથે સત્ર (વૈષ્ણવ મઠો)ની જમીનોના રક્ષણ માટે બિલ પણ લાવવામાં આવશે. સરકાર ચાના બગીચાના કામદારોને જમીનનો અધિકાર આપવાનું પણ વિચારી રહી છે.
કેબિનેટની બેઠક બાદ આ નિર્ણયો અંગે માહિતી આપવામાં આવશે. આ પગલું સમુદાયોને સશક્ત બનાવવા અને રાજ્યના સામાજિક અને સાંસ્કૃતિક માળખાને સુરક્ષિત રાખવાની સરકારની પહેલનો એક ભાગ છે.

