કેદારનાથ ભકૂટ ભૈરવ ના દ્વારા થયા બંદ
ન્યુઝડે નેટવર્ક , શ્રી કેદારનાથ ધામના રક્ષક ભકૂત ભૈરવનાથજીના દ્વાર આજે શિયાળાની ઋતુ માટે ધાર્મિક પૂજા બાદ બંધ કરવામાં આવ્યા હતા. દરવાજા બંધ કરતા પહેલા મંદિરમાં વિશેષ પૂજા અને પ્રસાદ આપવામાં આવ્યો હતો.
ભૈરવનાથજીના દ્વાર બંધ થયા બાદ હવે શ્રી કેદારનાથ ધામના દરવાજા બંધ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સાથે પંચમુખી ડોળીની પૂજાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. શ્રી કેદારનાથ ધામના દરવાજા શિયાળા માટે 23 ઓક્ટોબરે બંધ થશે.

