અમદાવાદ થી મુંબઈ નો સફર થશે ૨ કલાક નો

અમદાવાદ થી મુંબઈ નો સફર થશે ૨ કલાક નો

ન્યુઝડે નેટવર્ક
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન 2029 સુધીમાં કાર્યરત થશે. ગુજરાતના સુરત અને બિલીમોરા વચ્ચેના ભારતના પહેલા હાઇ-સ્પીડ રેલ કોરિડોરનો 50 કિમીનો ભાગ 2027 સુધીમાં ખુલવાની અપેક્ષા છે. બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર બે કલાક અને સાત મિનિટમાં કાપશે.

તેમણે કહ્યુ- મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને બુલેટ ટ્રેનના ભાડા સસ્તા રાખવામાં આવશે. તે ફર્સ્ટ-ક્લાસ ટ્રેનના ભાડા કરતા વધારે અને હવાઈ મુસાફરી કરતા ઓછું હશે. આ નિવેદનથી સ્પષ્ટ થયું કે બુલેટ ટ્રેનનું ભાડું એસી ફર્સ્ટ-ક્લાસ ભાડાની આસપાસ હશે.