ગરબા માતાજી ની આરાધના તેને આધુનિકતા નો રંગ ના અપાય :શંકરાચાર્ય

ગરબા માતાજી ની આરાધના તેને આધુનિકતા નો રંગ ના અપાય :શંકરાચાર્ય

ન્યુઝડે નેટવર્ક
ખેડામાં આવેલા ધર્મ સંસ્થાન ખાતે પધારેલ જગતગુરૂ સદાનંદ સરસ્વતી શંકરાચાર્યજીએ પોતાના અનુયાયીઓને અને શ્રદ્ધાળુઓને ગરબા ઉત્સવ સંદર્ભે ખાસ નિવેદન કર્યું હતું કે ગરબો એક પ્રાર્થના છે એને આધુનિકતાનો રંગ ના અપાય.

સોમવારે શરૂ થયેલા નવરાત્રિના પર્વ મામલે ખેડા ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં શંકરાચાર્યજીએ પોતાની પ્રતિક્રિયા આપી

भव शङ्कर

देशिक मे शरणम्

હતી. તેમજ ગરબા ઉત્સવ એ શકિતની ઉપાસનાનુ પર્વ છે. જગતગુરૂ સદાનંદ સરસ્વતી શંકરાચાર્યજીએ કહ્યુ હતુ કે શાસ્ત્રીય પરંપરાના પાલન સાથે આરાધના થવી જોઈએ. નવરાત્રી પર્વની મનમાની આરાધના ન થવી જોઈએ. હાલમાં માતાજીની આરાધનાના
નામે મોટાભાગના સ્થાન પર જે દુષણ આવી ગયુ છે તે નિકળવુ જોઈએ. માઁ ભગવતી, જગદંબાની આરાધનાના પર્વને આધુનિકતામાં ન ભેળવવુ જોઈએ. જે પાશ્ચાત્ય સંસ્કૃતિનું દુષણ આ પર્વમાં ભેળવવામાં આવી દીધું છે. તેના પર રોક લાગવી જોઈએ.