ગુજરાત પોલીસ ની ઉલ્લેખનીય કામગીરી
ન્યુઝડે નેટવર્ક
ગુજરાત પોલીસની કામગીરીને સો સો સલામ… અમદાવાદમાં રહેતી એક મહિલા આર્થિક સંકડામણના કારણે તેના બાળક સાથે આત્મહત્યા કરવાના ઇરાદે ઘરેથી નીકળી હતી . જે અંગે એક મેસેજમાં અમદાવાદ પોલીસ X એકાઉન્ટમાં ટેગ થયું હતું. PRO Cell – અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ અંગે જાણકારી લઇને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી. સ્થાનિક પોલીસે ગંભીરતાને ધ્યાને લઈ, કાર્યવાહી હાથ ધરી મહિલાનું મોબઇલ લોકેશન મેળવી ગણતરીના કલાકોમાં વડોદારાથી ટ્રેસ કરેલ અને સ્થાનિક પોલીસ નો સંપર્ક કરીને મહિલાને આત્મહત્યા કરતાં અટકાવી તેમની અને તેમના બાળકની જીંદગી બચાવી લીધી હતી.


