તામિલનાડુ વિરોધ પક્ષ ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિન ની ધરપકડ અભિનેત્રી તૃષા પર કરી હતી ટિપ્પણી

ડીએમકેના નેતા અને તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા ઉધયનિધિ સ્ટાલિન ફરી એકવાર પોતાના નિવેદનોને લઈને વિવાદમાં છે. સનાતન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ઉધયનિધિ સ્ટાલિન હવે પોલીસ કસ્ટડીમાં છે.

તેમના તાજેતરના વિવાદાસ્પદ નિવેદન બદલ તમિલનાડુ પોલીસે તેમની અટકાયત કરી છે. ઉધયનિધિ સ્ટાલિને તમિલનાડુના સીએમ થાલાપતિ વિજયની મિત્ર ત્રિશા ક્રિષ્નન વિશે ડબલ મીનિંગ કહ્યું હતું. સ્ટાલિનની અટકાયત બાદ તેમના જૂના વિવાદાસ્પદ નિવેદનો પણ ચર્ચામાં આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સનાતન ધર્મ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, AIADMK નેતાઓ અને હવે મુખ્યમંત્રી વિજયને લઈને તેમના ઘણા નિવેદનો રાજકીય વિવાદનું કારણ બન્યા છે. ચાલો જાણીએ સ્ટાલિન દ્વારા આપવામાં આવેલ વિવાદાસ્પદ નિવેદન…

તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકેના વડા એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિને સપ્ટેમ્બર 2023માં એક કોન્ફરન્સ દરમિયાન સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેટલીક બાબતોનો માત્ર વિરોધ ન કરવો જોઈએ, પરંતુ તેને જડમૂળથી ઉખેડી નાખવો જોઈએ. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મેલેરિયા કે કોરોના વાયરસનો વિરોધ કરી શકતા નથી. આપણે આનો અંત લાવવો પડશે. આ રીતે આપણે સનાતનનો નાશ કરવાનો છે.