સુપ્રીમ કોર્ટે “વનતારા”નાં સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણીને માન્યતા આપી
ન્યુઝડે નેટવર્ક
કુદરતી સ્ત્રોત અને વન્ય જીવનના સંરક્ષણ ક્ષેત્રે કઠોર મહેનતને બિરદાવી, ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે વનતારાને તેની વિરુદ્ધની તમામ રજૂઆતોને રદ કરીને એક ઉત્કૃષ્ટ કામગીરી તરીકે આગળ વધવા સંપૂર્ણ છૂટ આપી છે. આ આદેશથી, તમામ ગેરકાયદેસરના અને ગેરરીતિના આક્ષેપોને ખારિજ કરતા, એક વિશિષ્ટ તપાસ ટીમ ( એસ.આઈ.ટી.) દ્વારા કરવા માં આવેલી વ્યાપક અને નિર્ભય તપાસ પૂર્ણ થઈ છે. એસ.આઈ.ટી.ના વિગતવાર અહેવાલ પર આધારિત આ ચુકાદો, પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ પ્રત્યે વનતારાની પ્રતિબદ્ધતાનું મજબૂત સમર્થન કરે છે.
વનતારા વિરુદ્ધ આક્ષેપો જાહેર હિત તરીકે કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં કોઈ આધારભૂત પુરાવા ન હતા. છતાં, સુપ્રીમ કોર્ટે ‘આક્ષેપોની ગંભીરતા’ને ધ્યાનમાં રાખીને, પૂર્વ ન્યાયાધીશો અને પૂર્વ પોલીસ કમિશનરનો સમાવેશ કરતી ઉચ્ચસ્તરીય એસ.આઈ.ટી. રચી હતી. આ તપાસમાં કેન્દ્રિય પ્રાણી ઉદ્યાન પ્રાધિકરણ, વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો, સીઆઈબી આઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ અને કસ્ટમ્સ વિભાગ સહિત અનેક એજન્સીઓએ સહયોગ આપ્યો હતો. તપાસે પ્રાણીઓ ની ખરીદી, કથિત સ્મગલિંગના ખોટા આક્ષેપો, મની લોન્ડરિંગ, પ્રાણી કલ્યાણ, સંરક્ષણ કાર્યક્રમો અને આ થક અનિયમિતતા ઓ સહિત વિશાળ વિષયો આવરી લીધા હતા.
સુપ્રીમ કોર્ટે અભિયાનકારોને ચેતવણી પણ આપી હતી કે આ પહેલને બદનામ ન કરવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ જ આક્ષેપો આધારિત કોઈ નવી ફરિયાદ કે કાર્યવાહી હવે કોઈ પણ ન્યાયિક કે વહીવટી મંચ પર સ્વીકારવામાં આવશે નહીં.
એસ.આઈ.ટી.ના નિષ્કર્ષો સ્પષ્ટ હતાઃ ‘વનતારા દ્વારા વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એકટ, ૧૯૭૨, ગૂ નિયમો, ૨૦૦૯, કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨, ફોરેન ટ્રેડ એક્ટ, ૧૯૯૨, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, ૧૯૯૯, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ૨૦૦૨, ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ અથવા આંતરરાષ્ટ્રીય સંધિઓનો કોઈ ભંગ થયો નથી.’ સુપ્રીમ કોર્ટે અહેવાલને સ્વીકારી જણાવ્યું કે ‘આમાં કોઈ શંકા નથી કે તમામ કાર્યવાહી કાયદેસર હતી’. કોર્ટે વધુમાં નોંધ્યું કે વનતારા ની કામગીરી, જેમાં બચાવેલા પ્રાણીઓની સ્વીકારણી અને તેમનું પ્રજનન માટેનું નિવાસ સામેલ છે, ‘બહુસ્તરીય કાયદેસર મંજૂરીઓ, પ્રક્રિયા અને દસ્તાવેજીકરણ’થી પસાર થઈ છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે તમામ આયાત “માન્ય પરવાનગી મેળવ્યા પછી જ’ કરવામાં આવી હતી અને “પ્રાણી સ્મગલિંગ અથવા મની લોન્ડરિંગના આક્ષેપોમાં કોઈ સાર નથી.”
વનતારા ટીમે આ ચુકાદાને આવકારતા નિવેદનમાં જણાવ્યું, ‘અત્યંત નમ્રતા અને આભાર સાથે અમે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વિશિષ્ટ તપાસ ટીમના નિષ્કર્ષોને સ્વીકારીએ છીએ. અહેવાલ અને માનનીય સુપ્રીમ કોર્ટનો આદેશ સ્પષ્ટ કરે છે કે વનતારાની પ્રાણી કલ્યાણ મિશન સામે કરવામાં આવેલા આક્ષેપો આધારહીન હતા.
આ માન્યતા અમને વધુ શક્તિ અને પ્રેરણા આપે છે કે અમે નિરંતર નમ્રતા અને સમર્પણથી અવાજવિહીનોની સેવા કરી શકીએ.’
એસ.આઈ.ટી.ના પ્રાણી કલ્યાણ સંબંધિત નિષ્કર્ષો ખાસ નોંધપાત્ર છે. નિષ્ણાતોની સલાહ બાદ, એસ.આઈ.ટી.એ માન્યું કે વનતારાની સુવિધાઓ નિર્ધારિત ધોરણોથી ઊંચી છે. સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું કે ‘વનતારાની સુવિધાઓ પ્રાણી કલ્યાણ, પશુચિકિત્સા કાળજી અને પ્રાણી સંભાળના ક્ષેત્રે ધોરણોથી વધુ છે.’
વિશ્વપ્રસિદ્ધ ગ્લોબલ હ્યુમેન સોસાયટી (GHS) દ્વારા કરાયેલા ઓડિટમાં પણ વનતારા આંતરરાષ્ટ્રીય ધોરણોથી વધુ પ્રમાણિત થયો હતો, અને તેને ‘ગ્લોબલ હ્યુમેન સીલ આત્ફ એપ્રુવલ’ એનાયત કરવામાં આવ્યું.
વનતારા ટીમે વધુમાં ઉમેર્યું : ‘વનતારા હંમેશા નિર્વાચિત પ્રાણી ઓ માટે પ્રેમ, દયા અને જવાબદારીનું પ્રતિક છે. દરેક બચાવેલ પ્રાણી અને પક્ષી આપણને યાદ અપાવે છે કે તેમનું કલ્યાણ માનવજાતના કલ્યાણથી જુદું નથી. અમે સરકાર, રાજ્ય સરકારો અને તમામ સહયોગીઓ સાથે મળીને પૃથ્વીને તમામ જીવો માટે વધુ સારી જગ્યા બનાવવા પ્રતિબદ્ધ છીએ.’
એસ.આઈ.ટી.નું અધ્યક્ષપદ પૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વરએ સંભાળ્યું હતું, જે તેમની નિષ્પક્ષતા માટે જાણીતા છે. તેમની આગેવાની હેઠળ વનતારા સામેના તમામ આક્ષેપો ખોટા સાબિત થયા.
એસ.આઈ.ટી.એ વધુમાં સ્પષ્ટ કર્યું કે વનતારાનું સ્થાન ઉદ્યોગ વિસ્તારમાં હોવા છતાં, પ્રજાતિઓ માટે હવામાન અનુકૂળ છે. તે માત્ર ખાનગી સંગ્રહ નથી, પરંતુ એક વિશાળ વ્યાવસાયિક સંસ્થા છે, જેમાં ૩,૦૦૦ કર્મચારીઓ, વૈશ્વિક નિષ્ણાતો અને અનેક રાજ્ય સરકારો તથા વિદેશી સત્તાઓ સાથેના કરાર સામેલ છે. હાલમાં વનતારા ૪૧ દુર્લભપ્રજાતિઓ માટે સંરક્ષણ પ્રજનન કાર્યક્રમ ચલાવી રહ્યો છે. ચીત્તાના ૧૭ નવજાત બચ્ચાં આ સફળતાનું સાક્ષી છે.
અંતે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે પાણી અને કાર્બન ક્રેડિટ સંબંધિત આક્ષેપો ‘સંપૂર્ણપણે નિરાધાર’ છે.
આવા ખોટા આક્ષેપો કરવા પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે. તેથી, કોર્ટે સ્પષ્ટ રીતે આ મામલે અંતિમતા લાવી છે અને તમામ ફરિયાદોને ‘તપાસીને બંધ’ જાહેર કરી છે.

