પ્લેન ક્રેશ માં થી એક માત્ર જીવિત બચેલા પેસેન્જર હજુ સ્વસ્થ નથી

પ્લેન ક્રેશ માં થી એક માત્ર જીવિત બચેલા પેસેન્જર હજુ સ્વસ્થ નથી

ન્યુઝડે નેટવર્ક
અમદાવાદમાં 12 જૂન, 2025એ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું જે એક ભયાનક ઘટના હતી. જેમાં પેસેન્જર અને ક્રૂ મેમ્બર સહિત 241 લોકોના મોત થઈ ગયા હતા પણ 40 વર્ષના એક યુવક વિશ્વાસ કુમાર રમેશનો જ એક માત્ર ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટનાને ત્રણ મહિના પછી પણ વિશ્વાસ કમાર હજુ સાજો થયો નથી.

વિશ્વાસ કુમાર હાલ ગુજરાતમાં પોતાના એક સંબંધીને ત્યાં રોકાયા છે. દુર્ઘટનાના આઘાતમાંથી બહાર આવવા માટે તેમની કાઉન્સેલિંગ ચાલી રહી છે. વિશ્વાસ કુમારને છાતી, આંખ અને પગમાં ઈજા થઈ હતી અને તેની ભારતમાં સારવાર ચાલી રહી છે. તેની યુકેમાં રહેતી પત્નીએ જણાવ્યું હતું કે, વિશ્વાસ ક્યારે યુકે પાછો આવી શકશે તે અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી. તેમનો પરિવાર તેમને પાછા બોલાવવા માંગે છે, પરંતુ વિશ્વાસ પ્લેનમાં જવાનો ઈનકાર કરી રહ્યા છે.