રામોલ આરોપી ની ધરપકડ માં સર્જાયા ફિલ્મી દ્રશ્યો
ન્યુઝડે નેટવર્ક
રામોલ અપહરણ-ખંડણી કેસના આરોપી કુખ્યાત સંગ્રામ સિકરવારે ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેક્ટરની સર્વિસ પિસ્ટલ ખેંચી લીધી હતી. તે પોલીસ પર હુમલો કરે તે પહેલાં થયેલી ઝપાઝપીમાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં સંગ્રામને પગમાં ગોળી વાગી. અપહરણ-લૂંટ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે સંગ્રામ રાકેશસિંઘ સિકરવારનું નામ સામે આવતાની સાથે જ તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી દેવા પોલીસ કમિશનર જી.એસ. મલિકે હુકમ કર્યો હતો.
આ મામલે જેસીપી ક્રાઇમ શરદ સિંઘલે કહ્યુ-એક 50 લાખની લૂંટ થઈ હતી, એમાં સ્થાનિક પોલીસે 12 કલાકની અંદર છ આરોપીઓની ધરપકડ કરી અને 50 લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો. આરોપીઓ જે છે એમાં મુખ્ય આરોપી સંગ્રામ અને બીજા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હતો. સીપી સાહેબે આ લૂંટનો બનાવનો કેસ ક્રાઈમ બ્રાંચ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલા આ આદેશને અનુસંધાને ક્રાઈમ બ્રાંચે રાત્રે રામોલ પોલીસ સ્ટેશન પાસેથી આરોપીઓની કસ્ટડી મેળવી ક્રાઈમ બ્રાંચ લાવતા હતા.
ત્યારે રસ્તામાં રિવર ફ્રન્ટની પાસે મુખ્ય આરોપી સંગ્રામ, પીઆઈ જડેજાની બાજુમાં બોલેરોમાં હતો એની બાજુમાં ક્રાઈમનો કોન્સ્ટેબલ હતો આગળ પણ હતો અને ડ્રાઇવર ચલાવતો હતો એને ત્યાં પીઆઈ એસજે જડેજાની સર્વિસ રિવોલ્વર છીનવાનો પ્રયાસ કર્યો અને ઝપાઝપીમાં બે રાઉન્ડ ફાયર થયા. આ દરમિયાન સંગ્રામને પગમાં વાગ્યું. તાત્કાલિક પોલીસ તેને સિવિલ હોસ્પિટલ લઈ ગઇ. તેના પગમાં ફ્રેક્ચર છે. આ મામલે કોઈ જાનહાની થઈ નથી ફક્ત પીઆઈ જાડેજાને થોડી ઇન્જરી થઈ છે. બાજુમાં પીઆઈ કોન્સ્ટેબલ હતો એને પણ ઇન્જરી થઈ છે, બંનેની સારવાર થઈ ગઈ છે.


