ભુજમાં મર્ડર ના આરોપી ની પોલીસ દ્વારા સર્વિસ
ન્યુઝડે નેટવર્ક
ભુજની ભાગોળે આવેલ એરપોર્ટ રિંગ રોડ નજીક સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના સંકુલ બહાર યુવતી હોસ્ટેલ જવા નીકળી એ દરમિયાન ગાંધીધામનો મોહિત મૂળજી સિદ્ધપરા તેના મિત્ર સાથે બાઇક પર પહોંચ્યો અને યુવતીને મળી કહ્યું કે તે મને શું કામ બ્લોક કરી દીધો, યુવતીએ કહ્યું કે મારે તારી સાથે કોઈપણ વ્યવહાર કે સંબંધ રાખવા નથી.
આ સાંભળતાં જ યુવક ઉશ્કેરાઈ ગયો અને પોતાની પાસે રહેલી છ**રી બહાર કાઢી યુવતીના ગ**ળા ઉપર ઝીંકી દીધી.મિત્ર વચ્ચે પડ્યો તો ક્રોધમાં આરોપીએ મિત્રને પણ પીઠના ભાગે છ*રી મારી દીધી. ભુજ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને કાયદાનું ભાન કરાવ્યું. આ દરમિયાન આરોપી હાથ જોડીને માફી માંગી રહ્યો હતો. તે વ્યવસ્થિત ચાલી પણ નહોતો શકતો. સ્પષ્ટ દેખાઈ રહ્યું હતુ કે વિદ્યાર્થીની હ**ત્યા કરનારા આરોપીને પોલીસે બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.


