સહાયક લોકો પાયલટ તરીકે ફરજ બજાવતી પ્રથમ મહિલા
ન્યુઝડે નેટવર્ક
આદિવાસી સમાજ માટે ગર્વની વાત કહેવાય કે તેમના સમાજની દીકરી રિતિકા તિર્કી વંદે ભારત એક્સપ્રેસમાં સહાયક લોકો પાયલટ તરીકે ફરજ બજાવતી પહેલી મહિલા છે. રિતિકા ઝારખંડની છે અને એક સામાન્ય પરિવારમાંથી આવે છે. 2019 માં ભારતીય રેલ્વેમાં આસિસ્ટન્ટ લોકો પાઇલટ તરીકે કામ શરૂ કર્યું.
સહાયક લોકો પાઇલટ તરીકે નોકરી શરૂ કરી ત્યારે તેને થોડો ડર હતો કે તે ટ્રેન ચલાવી શકશે કે નહીં, પરંતુ ધીમે ધીમે આ ડર દૂર થઈ ગયો. ટાટાનગરથી પટના સુધીની વંદે ભારત એક્સપ્રેસમાં હાલ તે સેવા આપી રહી છે.

