સંઘ પ્રમુખ ની સામાજિક સમરસતા માટે સીધી વાત ભાષણ નહિ આત્મીયતા કેળવો
ન્યુઝડે નેટવર્ક
આજે સમાજ મા વ્યાપ્ત વિવિધ જાતિ ગત ભેદભાવ સામે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સામાજિક સમરસતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છૅ ત્યારે સંઘ પ્રમુખ દ્વારા નોંધનીય ટિપ્પણી કરવામાં આવી છૅ. તેમને કહ્યું કે ખાલી ભાષણ નહિ એકબીજાને મળો આત્મીયતા કેળવો.નોંધવા જેવી બાબત એ છૅ કે દેશ મા આવા જાતિઓ વચ્ચે ભેદભાવ અને પરસ્પર અંતર ઘટાડવા માટે બીજો કોઈ પણ સંગઠન સક્રિય નથી ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે આ મુદ્દે મહત્વપૂર્ણ પહલ આગળ વધારી છૅ.

