દેશ માં અને પ્રદેશ માં વરસાદ નો હાહાકાર

દેશ માં અને પ્રદેશ માં વરસાદ નો હાહાકાર

ન્યુઝડે નેટવર્ક
વરસાદના પરિણામે સાત જિલ્લાઓ પૂરગ્રસ્ત પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. બુધવારના દિવસે, ભારતીય સેનાએ રાજ્યના માધોપુર હેડવર્ક્સ વિસ્તારે પૂરના પાણીમાં ફસાયેલા બાવીસ CRPF અધિકારીઓ અને ત્રણ સામાન્ય નાગરિકોને જીવલેણ જર્જરિત બિલ્ડિંગમાંથી હેલિકોપ્ટરની સહાયતાથી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. આ બચાવ કાર્ય દરમિયાન, સૈન્યનું હેલિકોપ્ટર જોખમી ઇમારતની છત પર ઉતરાણ કર્યું હતું.

હેલિકોપ્ટર છત પરથી ઉડાન ભર્યા બાદ, બિલ્ડિંગનો સામેનો હિસ્સો ધરાશાયી થઈ ગયો અને તે પૂરના પાણીમાં ડૂબી ગયો. આ જોખમી પરિસ્થિતિ હોવા છતાં, ભારતીય સેનાએ તેમની રેસ્ક્યૂ કામગીરી બંધ કરી નહીં અને જર્જરિત મકાનની છત પર અટવાયેલા બધા વ્યક્તિઓને સલામતીપૂર્વક બહાર કાઢ્યા. ભારતીય સેનાએ આ બચાવ કામગીરીનું વિડિયો તેમના X સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું છે. આ ઘટના પંજાબની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *