નીક્કી હત્યા મામલે નવો વળાંક

નીક્કી હત્યા મામલે નવો વળાંક

ન્યુઝડે નેટવર્ક
નિક્કી યાદવ હ**ત્યા કેસમાં તેના પતિ વિપિન ભાટી, સાસુ દયા ભાટી, જેઠ રોહિત ભાટી અને સસરા સતવીર ભાટીની ધરપકડ કરવામાં આવ્યા બાદ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

રિપોર્ટ મુજબ, પતિ વિપિને દહેજની માંગ કરવાની સાથે પાર્લર બંધ કરાવવા માટે પણ નિક્કી પર દબાણ કર્યું હતું. વિપિન અને તેના પરિવારને નિક્કીનું કામ પસંદ ન હતું. નિક્કી રીલ પણ બનાવી હતી, તેનો પણ પરિવાર વિરોધ કરતો હતો. પતિ-પત્ની વચ્ચે રીલ મામલે બોલાચાલી પણ થઈ હતી. આ મામલો ગ્રેટર નોઈડાનો છે.