રાજકોટની ફેમસ ઇન્ફ્લુએન્સર નો આપઘાતનો પ્રયાસ

રાજકોટની ફેમસ ઇન્ફ્લુએન્સર નો આપઘાતનો પ્રયાસ

ન્યુઝડે નેટવર્ક
રાજકોટની ફેમસ ઇન્ફ્લુએન્સર જન્નત મીરે આપ**ઘાતનો પ્રયાસ કર્યો હતો. અને એક સુસાઈટ નોટ પણ લખી હતી. ‘સોરી મમ્મી… જીવાતું હતું એટલું જીવી લીધું…મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. છેલ્લા 2 મહિનાથી હું સહન કરતી હતી, પણ હવે સહન કરીને હું હારી ગઈ છું’,
આ મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ ઇમ્તિયાઝ ઉર્ફે લાલો રાઉમાની ધરપકડ કરી હતી. જ્યારે ઇમ્તિયાઝે મીડિયા સમક્ષ જણાવ્યું કે, આ યુવતીએ મને ખોટી રીતે ફસાવ્યો છે અને એક પ્રકારનો સ્ટંટ છે. મારા જેવા અનેક યુવાનોને આ યુવતીએ ફસાવ્યા છે. મારી પાસે પૈસા અને મકાનની માંગણી કરવામાં આવી છે અને એક પ્રકારનું હનીટ્રેપ કરાયું છે.