સેવન્થ ડે ઘટના વિદ્યાર્થી નું પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે
ન્યુઝડે નેટવર્ક
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના ધો.10ના વિદ્યાર્થીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઘણો ચોંકાવનારો આવ્યો છે.
સરદાર પટેલ હોસ્પિટલના 4 સર્જન અને 8 ડોક્ટરની ટીમે જણાવ્યું કે પેટ બહાર માંડ 1.5 સેન્ટિમીટરનો દેખાતો હતો. સર્જરી માટે પેટ ખોલવામાં આવ્યું તો ખબર પડી કે, શરીરને લોહી પહોંચાડતી અને શરીરમાંથી લોહી એકઠું કરતી બે નળી કપાઈ ગયેલી. આને કારણે આંત:સ્ત્રાવ થતાં પેટમાં જ અઢી લિટર લોહી જમા થઈ ગયું હતું.
વિદ્યાર્થીને વેન્ટિલેટર પર રાખી બંને નળીને ટાંકા લેવાની સર્જરી 3 કલાક કરાઈ. વધુ પડતા આંતરિક રક્તસ્ત્રાવને લીધે તેનું મો**ત થઇ ગયું. આંતરડામાં પણ ચાર કાણાં પડી ગયા હતા અને એક જગ્યાએથી આંતરડું ફાટી જતાં શરીરના મહત્ત્વના અંગેને પૂરતું લોહી ન મળતા મૃત્યુ થયું


