દિપડા ના બચ્ચા ને કાર મા ફેરવ્યું, વન અધિકારીએ આપી ના કરવાની સલાહ

દિપડા ના બચ્ચા ને કાર મા ફેરવ્યું, વન અધિકારીએ આપી ના કરવાની સલાહ

ન્યુઝડે નેટવર્ક
હિમાચલ પ્રદેશ ના કોટખાઈ થારોલા ના રહેવાસી અંકુશ ચૌહાણ નો એક વિડીયો સોશિયલ મીડિયા મા વાયરલ થયો છે. આમાં જોઈ શકાય છે કે અંકુશ પોતાની કાર મા એક દિપડા ના બચ્ચા ને લઇ જઈ રહ્યો છે.દિપડા નો આ બેચુ કાર ની બારી મા જોઈ રમતો જોવા મળે છે. આ વિડીયો જોઈ યુઝર ની મિશ્ર પ્રતિક્રિયા આવી છે.
મળતી માહિતી મુજબ અંકુશે દિપડા નો આ બચ્ચાને DFO સુધી પોહોંચાડ્યો.
આ વિડીયો જોઈ યુઝર્સ ની મિશ્ર પ્રતિક્રિયા વચ્ચે IFS અધિકારી પ્રવીણ કસવાને આ કદમ નો અયોગ્ય ગણાવ્યો. તેમને લખ્યું કે જોવામાં આ નેક ઈરાદા ની પુષ્ટિ કરતુ હશે પરંતુ આ યોગ્ય નિર્ણય નથી. બચાવ આખરી વિકલ્પ હોવું જોઈએ. પહેલા એ કોશિશ થવી જોઈએ કે જ્યાં આ મળ્યું ત્યાં તેની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને તેની મા પાછી આવે તેની પ્રતીક્ષા કરવી. આવા પ્રયત્નો પછી અસફળતા મળે તો તેનો બચાવ કરવું એ આખરી વિકલ્પ છે.
સાથે કસવને લખ્યું કે આવી બાબતો મા સૌથી પહેલા વન વિભાગ ને સૂચિત કરવું જોઈએ. અમારી પાસે એવા કેટલાય કેસ રજીસ્ટર છે જેમાં મા રાત્રે પરત આવતી હોય છે. સૌથી મહત્વપૂર્ણ મા સાથે બચ્ચા ને મળાવવાનું છે. આવા બચ્ચા ને મા વગર પાળવું બઉ જ મુશ્કેલ હોય છે.

There is 1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *