16 ઓગસ્ટ દિવસ વિશેષ -અટલ બિહારી વાજપેયી
ન્યુઝડે નેટવર્ક
“क्या हार में, क्या जीत में किंचित नहीं भयभीत में कर्त्तव्य पथ पर जो भी मिला यह भी सही वो भी सही वरदान नहीं मांगूंगा हो कुछ पर हार नहीं मानूंगा”
આવી અનેક કવિતાઓ થી ઉત્સાહ નો સંચાર કરનાર રાજનીતિ મા અજ્ઞાત શત્રુ ની ઉપાધિ જેમને મળી એવા ભારતીય રાજનીતિ ના આદર્શ અને પિતામહ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી જી ની આજે પુણ્યતિથિ છે. ભારત ન્યુક્લિયર શક્તિ બન્યું તે વાત નો શ્રેય અટલ બિહારી વાજપેયી ના કુશળ નેતૃત્વ ને જાય છે. વિશ્વ ના પ્રતિબંધો અને પડકારો સામે હોવા છતાં વાજપેયી સરકાર મા ભારત પરમાણુ શક્તિ દેશ તરીકે સ્થાપિત થયું. તેમને શત શત નમન.
બીજી મહાન વ્યકતિ રામકૃષ્ણ પરમહંસ જી નો આજે સમાધિ દિવસ પણ છે. 16 ઓગસ્ટ 1886 ના રોજ રામકૃષ્ણ જી એ મહા સમાધિ લીધી હતી. તેઓને સ્વામી વિવેકાનંદ ના ગુરુ હતા. ભારત ને સ્વામી વિવેકાનંદજી ના રૂપ મા અમૂલ્ય ગૌરવ પ્રદાન કરાવમાં રામકૃષ્ણ પરમ હંસ જી ની જ મહત્વપૂર્ણ ભૂમિકા હતી.

