ક્રાંતિવીર ઉધમસિંહજી બલિદાન દિવસ : ૩૧ જુલાઈ ૧૯૪૦

ક્રાંતિવીર ઉધમસિંહજી
બલિદાન દિવસ : ૩૧ જુલાઈ ૧૯૪૦

ન્યુઝડે નેટવર્ક
માતૃભૂમિની સ્વાધીનતા અને ભારતના લોકોના આત્મસન્માન હેતુ બલિદાન આપનાર ભારતમાતાના વીર સપૂત શ્રી ક્રાંતિવીર ઉધમસિંહજીને શત શત વંદન.

અંગ્રેજોના વિરોધમાં જલિયાવાલા બાગમાં લોકો એકત્રિત થાય છે.
ઉધમસિંહજી અને તેમના સાથી મિત્રો ત્યાં પીવાના પાણીની વ્યવસ્થામાં હતા.
માઈકલ ઓ’ડાયર દ્વારા ગોળીબારનો આદેશ અપાય છે.
હજારો દેશવાસીઓના મૃત્યુને ઉધમસિંહજીએ પ્રત્યક્ષ નિહાળ્યું.
ભારતમાતાના આત્માને કષ્ટ આપનાર તે દુષ્ટને મારવાનો ઉધમસિંહજીએ કૃત સંકલ્પ કર્યો.
તે હેતુ તેઓ લંડન જાય છે.
વર્ષોની પ્રતિક્ષા બાદ એક હોલમાં માઈકલ ઓ’ડાયરને તેમણે મૃત્યુલોક પહોંચાડ્યો.
તેમની સામે ન્યાયાલયમાં કેસ ચાલ્યો.
ન્યાયાલયમાં ઉધમસિંહજી કહે છે…
માતૃભૂમિ હેતુ મને મૃત્યુથી મોટું સન્માન બીજું શું આપી શકાય?

ક્રાંતિવીર ઉધમસિંહજીને સાદરાંજલિ, પુષ્પાંજલિ.
એમ એન ચૌહાણ ની કલમ થી ..