૧૫૫૦ કરોડ નો સાયબર સ્કેમ
ન્યુઝડે નેટવર્ક ,ગઈ કાલે ગાંધીનગર માં થી દેશનું સૌથી મોટું ડિજિટલ અરેસ્ટ સ્કેમ પકડાયા બાદ આજ ફરી એક ઘટના પ્રકાશ માં આવી છે .રૂ.1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ઉધના પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ પ્રકરણમાં RBL બેંકની સુરત શહેરની ત્રણ શાખાઓ – સહારા દરવાજા, બેસુ અને વરાછાના કુલ આઠ બેંક કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે,
પોલીસના જણાવ્યા અનુસાર, કૌભાંડમાં કુલ 164 કરંટ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 1550 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે. આ વ્યવહારો દેશભરના 50 લાખથી પણ વધુ સેવિંગ અને કરંટ એકાઉન્ટમાંથી કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્ઝેક્શન 100થી લઈને લાખો રૂપિયા સુધીના હતા. વધુમાં આ તમામ ટ્રાન્ઝેક્શન સટ્ટાબાજી (બેટિંગ), ગેમિંગ અને સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા હતા. તમામ કર્મચારીઓએ આ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલી આપવા માટે મોનેટરી બેનિફિટ મેળવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. આ લાભ 20 હજારથી લઈને 2 લાખ સુધીનો હતો.


