“જય અને વીરુ” હંમેશા યાદ રહેશે….

“જય અને વીરુ” હંમેશા યાદ રહેશે…..

ન્યુઝડે નેટવર્ક
ગીરની દંતકથા સમાન જય-વીરુ નામના સિંહની જોડી એ વાર ફરતી ગીરમાંથી કાયમ માટે વિદાય લીધી…..

એકાદ મહિના પહેલાં વીરુના અને ગઇકાલે જયના અવસાન સાથે ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ છે. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી.

ગીરના હૃદયમાં જય અને વીરુની વાતોએ તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની જોડી હિન્દી સિનેમા જગતની મશહૂર ફિલ્મ શોલેની આઇકોનિક જોડી સાથે સરખામણી પામે તેવી છે. આ ફિલ્મના પાત્રોની જેમ જ આ વાસ્તવિક જોડીએ પણ એક-મેકથી અલગ નહીં થવાની અને સદાય સાથે રહેવાની ભાવના દર્શાવતી હતી. ગીરના વન્યજીવ પ્રેમીઓ ગીરના જંગલની અજેય અને નિર્ભય જોડી જય અને વીરુના સાહસો ની અનેક કથાઓ વાગોળે છે. ક્યારેક થતાં પ્રાસંગિક નાનાં- અમથાં ઝગડાઓ કે હૂંસાતૂંસીને બાદ કરતાં, તેમની જોડી અતૂટ રહી, જે તેમની એકબીજા પ્રત્યેની વફાદારીને દર્શાવે છે જેના કારણે તેઓ મલાણકા, કેનેડીપુર, નતળિયા, ઇટાડી, લીમધ્રા અને કાસીયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી શક્યા.

ભગવાન નરસિંહજી જય અને વીરુ ને પોતાની શરણમાં લઈ ચીર શાંતિ અર્પે…. એ જ પ્રાર્થના…. 🙏
Save Lion લખાણ માં થી