મર્સડીઝ કાર પાણી મા ફસાતા કારોબારી ની નગર નિગમ ને લીગલ નોટિસ

મર્સડીઝ કાર પાણી મા ફસાતા કારોબારી ની નગર નિગમ ને લીગલ નોટિસ

ન્યુઝડે નેટવર્ક, મર્સડીઝ કાર પાણી મા ફસાતા એક કારોબારી દ્વારા નગર નિગમ ને રૂપિયા 10 લાખ ના ક્લેમ સાથે લીગલ નોટિસ ફટકરવામાં આવી છે.આ ઘટના ઉત્તર પ્રદેશ ના ગઝિયાબાદ ની છે.
ગઝિયાબાદ ના વસુંધરા નિવાસી અમિત કિશોર નામના વ્યક્તિએ નગર નિગમ ને નોટિસ આપી કાનૂની લડત શરુ કરી છે.અમિત કિશોરે નગર નિગમ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે નગર નિગમ ની લાપરવાહી અને સફાઈ મા ભ્રષ્ટાચાર ના લીધે તેમની કાર ભરાયેલા પાણી મા ફસાઈ ગઈ જેના લીધે કાર ને ગંભીર નુકસાન થયું છે.આ બનાવ બાદ અમિત કિશોરે નગર નિગમ ને કાનૂની નોટિસ આપી વળતર ની માંગણી કરી છે.