ગાંધીનગર થી પકડાયું દેશનું સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ
ન્યુઝડે નેટવર્ક વર્તમાન સમય માં એવું ઘણી ઘટનાઓ બની રહી છે જેમાં ડિજિટલ માફિયાઓ આમ નાગરિકો સાથે છેતરપિંડી કરી રહ્યા હોય લોન ઉઘરાણી ના નામે કાનૂની કેસ ના નામે વસ્તુઓ ઓનલાઇન વેચાણ ના નામે .આવી એક મોટી ઘટના પ્રકાશ માં આવી છે.
ગાંધીનગરથી દેશનું સૌથી મોટું ડિજીટલ અરેસ્ટ સ્કેમ ઝડપાયુ છે. માર્ચ મહિનાથીઆ સિલસિલો શરૂ થયો હતો. 19 કરોડ 24 લાખ ત્રણ મહિનામાં ગુમાવ્યા પછી મહિલા ડોક્ટરને જાણ થઈ કે એ સાયબરના મહાસ્કેમનો ભોગ બન્યાં છે.મહિલા ડોક્ટરને 3 મહિના સુધી ડિજીટલ અરેસ્ટ કરાઈ હતી. લાલજી બલદાણીયાની CID ક્રાઇમે આરોપી ધરપકડ કરી છે.
ભારતમાં સૌથી વધારે ડિજિટલ અરેસ્ટનો સમય 40 કલાક સુધીનો છે અને સૌથી મોટી રકમ એક જ વ્યક્તિ પાસેથી સેરવી લીધી હોય તો એ 12 લાખની છે, પણ એક જ મહિલાને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ બનાવીને 19.24 કરોડ જેવી જંગી રકમ હડપ કરી જવાનો ડિજિટલ અરેસ્ટનો આ કેસ ગુજરાતનો જ નહિ, ભારતનો સૌથી મોટો કેસ બની ગયો છે.
ગાંધીનગરનાં મહિલા ડોક્ટરને એટલા પ્રેશરમાં લાવી દેવામાં આવ્યાં હતાં કે તેઓ જ્યાં જતાં ત્યાં સામેથી વીડિયો કોલ કરીને હાજરી પુરાવતાં હતાં અને પોતાના લોકેશનનું અપડેટ આપતાં રહેતાં હતાં. મહિલાએ વિવિધ રીતે રૂપિયા ભેગા કર્યા હતા. સોના પર લોન લીધી, એફડી તોડી અને શેર વેચીને રૂપિયા ચૂકવ્યા હતા.સાયબર ઠગોએ મહિલા ડોક્ટર પાસેથી તેની સંપત્તિ, પ્રોપર્ટી, સોનું, FD, શેર, રોકડાની તમામ વિગતો માગી લીધી હતી.


