કાર પર કાબુ ગુમાવતા કાચ તોડી હોટલ માં ઘુસી

કાર પર કાબુ ગુમાવતા કાચ તોડી હોટલ માં ઘુસી

ન્યુઝડે નેટવર્ક ,મોડી રાત્રે એક મહિલા વકીલ હોટલમાં ડિનર કર્યા પછી પોતાની કાર લઈને બહાર નીકળી. તેમના ડોક્ટર પતિ પણ સાથે હતા. મહિલા વકીલ કાર ચલાવી રહી હતી અને આ દરમિયાન ભૂલથી તેમનો પગ બ્રેકને બદલે એક્સિલરેટર પર ગયો. એટલે બેકાબૂ કાર હોટલના કાચનો દરવાજો તોડીને રિસેપ્શન એરિયામાં પહોંચી ગઈ.વાયરલ સીસીટીવીમાં એક તેજ કાર રિવર્સ ગિયરમાં આવતી જોવા મળે છે અને આ જોઈને મુખ્ય ગેટ પર ઉભેલા લોકો દોડવા લાગે છે.

કાર કાચનો દરવાજો તોડીને અંદર ઘૂસી ગઈ અને રિસેપ્શન એરિયા સુધી પહોંચતા અંધાધૂંધી મચી ગઈ.ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી પણ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું અને હોટલ મેનેજમેન્ટે કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહીનો ઇનકાર કર્યો હતો. ઉત્તર પ્રદેશના બરેલીના પોશ વિસ્તારમાં આવેલી હોટેલ રામાડામાં શુક્રવારે આ ઘટના મોડી રાત્રે બની હતી.