સૈયારા નો અર્થ શું
ન્યુઝડે નેટવર્ક
અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ સૈયારાએ અત્યાર સુધી 200 કરોડ જેટલી કમાણી કરી છે. તેવામાં આવો જાણીએ સૈયારા શબ્દનો શું મતલબ થાય છે.સૈયારા શબ્દનો અર્થ ફરતો તારો કે આકાશમાં ફરનાર ગ્રહ થાય છે.
સૈયારા એક સુંદર શબ્દ છે, જે ઉર્દૂ અને અરબી બંને ભાષામાંથી લેવામાં આવ્યો છે.અરબી ભાષામાં સૈયારાનો અર્થ સતત ચાલનાર કે ફરનાર તારો થાય છે. તો ઉર્દુમાં કોઈપણ ચાલનાર ખગોળીય પિંડને સૈયારા કહેવામાં આવે છે.

