કાંકરિયા બાલવાટિકા ને વિકસિત કરવાના આવ્યું
ન્યુઝડે નેટવર્ક ,કાંકરિયા પરિસરમાં આવેલ બાલવાટિકાનું રિડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે, જે હવે બાળકોના મનોરંજન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે એક નવું નજરાણું બની ગયું છે. કોર્પોરેશન દ્વારા PPP ધોરણે રૂ. 22 કરોડના ખર્ચે બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.નાનાં બાળકોથી લઇ મોટા સુધીની એન્ટ્રી ફી રૂ. 50 રહેશે. જ્યારે દરેક રાઇડની અલગ અલગ ફી નક્કી કરવામાં આવી છે.
નવી બનેલ બાલવાટિકા કાર્નિવલમાં અલગ જ દુનિયાનો અનુભવ થશે. હલનચલન અને અવાજ કરતા ડાયનાસોર પાર્ક, સૌથી ઊંચો ગ્લાસ ટાવર, ભુલભુલૈયા, મહાન વ્યક્તિઓની આબેહૂબ પ્રતિમાવાળું મ્યુઝિયમ, ઇલ્યુઝમ હાઉસ તેમજ રમતગમતની અલગ અલગ એક્ટિવિટી, ગો કાર્ટ અને મડ રાઇડ…કોઈન હાઉસ, કાચનું ઘર (AC), શૂહાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લો સ્ટેશન માટે કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં.

