23 જુલાઈ ચંદ્રશેખર આઝાદ નો જન્મદિવસ
ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, 23 જુલાઈ 1906 જન્મદિવસ એવા મહાપુરુષનો જે આજીવન આઝાદ રહ્યા. ગુલામીના કાળમાં પણ જેઓ આઝાદ તરીકે ઓળખાયા એવા ચંદ્રશેખર આઝાદ. માત્ર 14 વર્ષની ઉંમરમાં તેમની ધરપકડ કરવામાં આવી અને તેને જજ સામે પ્રસ્તુત કરવામાં આવ્યા ત્યારે જજે તેનું નામ પૂછતા 14 વર્ષના એ બાળકે દડતાતી ગયું આઝાદ, જજ દ્વારા પિતા નું નામ પૂછતા ફરીથી એ 14 વર્ષનો એ બાળક બોલ્યો સ્વતંત્રતા, જય દ્વારા ઘરનું સરનામું પુસ્તક ફરીથી એ 14 વર્ષના બાળકે હિંમત બતાવી કહ્યું જેલ. આ સાંભળી જજ ગુસ્સે ભરાયા અને 14 વર્ષના એ બાળકને 15 કોડા મારવાની સજા આપી. આ ચૌદ વર્ષના બાળકને પીઠ ઉપર એક એક કરીને ફોડા વરસતા રહ્યા અને બાળકના મુખથી એક જ નાદ નીકળી રહ્યો હતો વંદે માતરમ. આ ચૌદ વર્ષનો બાળક બીજો કોઈ નહીં ભારતના સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદ હતા જેમણે આગળ જઈને માં ભારતી માટે અંગ્રેજોની ઊંઘ હરામ કરી એક દિવસ માં ભારતીને પોતાનો સર્વસ્વ અર્પણ કરીને બલિદાન આપી દીધો. આજે એ મહાન વિભૂતિ નો જન્મદિવસ જન્મ જયંતી છે તેમને સત સત નમન.


