“સુરત જેલમાં આરોપીને બિલાડીએ બચકું ભરતા હોસ્પિટલ ખસેડાયો”

સુરત જેલમાં આરોપીને બિલાડીએ બચકું ભરતા હોસ્પિટલ ખસેડાયો

ન્યુઝડે નેટવર્ક,સુરતના કામરેજ વિસ્તારમાં વર્ષ 2022માં એકતરફી પ્રેમમાં પાગલ થયેલા ફેનિલ ગોયાણી નામના યુવાને ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની જાહેરમાં ગળું રહેંસીને હત્યા કરી નાંખી હતી. આ કેસમાં જેલમાં રહેલા આરોપીને બિલાડીએ બચકું ભરી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જેલમાં રહેલા આરોપીને બિલાડીએ બચકું ભરતા અન્ય કેદીઓમાં પણ ભય ફેલાયો હોવાનું જાણવા મળ્યું હતું.